રાષ્ટ્રપતિ ભવનમાં એડવિન લુટિયન્સના સ્થાને ‘રાજાજી’ની પ્રતિમા સ્થાપિત કરાઈ



બ્રિટિશ રાજ વખતના ગુલામીના પ્રતિકોને દૂર કરવાના વડાપ્રધાન નરેન્દ્ર સરકારના અભિયાનના ભાગરૂપે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં સોમવાર, 23 ફેબ્રુઆરીએ પ્રખ્યાત બ્રિટિશ આર્કિટેક્ટ સર એડવિન લુટિયન્સની પ્રતિમાની જગ્યાએ સ્વતંત્ર ભારતના પ્રથમ અને એકમાત્ર ભારતીય ગવર્નર-જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી (રાજાજી)ની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. લુટિયન્સ રાષ્ટ્રપતિભવન, ઇન્ડિયા ગેટ સહિતની દિલ્હીની ઘણી પ્રખ્યાત ઇમારતોના મુખ્ય શિલ્પી હતાં.


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *